જય શ્રી સ્વામી તેજાનંદ
આપ સવઁ ગુરુભાઇઓ ને જણાવતા આનંદ થાય છે કે એજ્યુકેશનલ તથા રોજગાર સંબધી વેબસાઈટ (gurubrahmansamaj.com) સમાજને સમર્પિત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારો મુખ્ય ઉદેશ્ય શિક્ષણ, સેવા અને સંગઠન છે.
તો આવો આપણે સવઁ આ સામાજીક અને શૈક્ષણિક વેબ પોર્ટલ વિશે માહિતગાર થઇએ………
જાન્યુઆરી ૨૦૧૬ થી આ વેબ પોર્ટલ સમાજને અર્પણ છે. આ web portal (gurubrahmansamaj.com) ને વિવિધ પરિક્ષા લક્ષી બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. જેમકે search option માં જઈ PSI search કરશો તો તેને લાગતું સ્ટડી મટેરિયલ જોવા મળશે.
સામાજીક કાર્યોની યાદી GBSamaj નામના મેનુ માંથી પ્રાપ્ત થશે. મેમ્બર રજીસ્ટ્રેશન દ્વારા કોઇપણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ જાતે બનાવી માહિતી અપલોડ કરી શકે છે.
Education નામના ટેબમાંથી Dr. B. R Ambedkar, Shri. Tejanand swami જેવા મહાનુભાવો અને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. જુના મહિનાઓની યાદી Archives નામના ટેબમાંથી મળી રહે છે.
જોબ માટે તથા સ્ટડી માટેની અલગ કેટેગરી પ્રમાણે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થી રજીસ્ટ્રેશન દ્વારા તમે સ્ટડી મટેરિયલ અપડેટ મેળવી શકો છો.
અમારો પ્રયત્ન સામાજીક ક્ષેત્રે તથા શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે બની શકે તેટલી વધારે માહિતી પૂરી પાડવાનો છે. આ માટે વેબ સાઈટની અચૂક મુલાકાત લઇ તમારા મંતવ્ય જણાવવા વિનંતી છે. કોઇપણ ક્ષતિ દુર કરવાનો અમે પુરતો પ્રયત્ન કરીશું.
હવે આપણે સવઁ પાટણવાડા ગુરુબ્રાહ્મણ યુવા જાગૃતિ વિશે માહિતગાર થઇએ………
આપણે પાટણવાડા ગુરુબ્રાહ્મણ યુવા જાગૃતિ ના નામ નીચે તેમજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના સહયોગથી એક શિક્ષણ સેમિનારનુ તા. ૨૪/૦૧/૨૦૧૬ ના રોજ ભાન્ડુ મુકામે સફળ આયોજન કયુઁ અને સમાજ ના યુવાવર્ગને યોગ્ય માગઁદશઁન મળી રહે તે માટે સંગઠન તરફથી ફ્રી કોચીંગ ક્લાસ શરુ કરેલ છે.
આજથી ૨ વષઁ પહેલાં પાટણવાડાના યુવાનો એક મંચ સાથે જોડાય તેવું સ્વપ્ન સેવી સમાજના ઉત્સાહી યુવાનોનો સંપર્ક કયોઁ અને આ સમયગાળામાં PGYJ સંગઠનમા નવા યુવાનો જોડાયા અને એક મજબુત ટીમ આ સાથે તૈયાર થઇ. આ સિવાય અનેક યુવાનોએ તેમનું બહુમુલ્ય યોગદાન આપેલ છે. બધા યુવાનોનું નામ અત્રે આપવું શક્ય નથી.
— પાટણવાડા ગુરુબ્રાહ્મણ યુવા જાગૃતિ ટીમ
જય ભીમ
——————————————————————————————–
——————————————————————————————–
ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય
Follow Us!