સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ
કોર્પોરેશન તરફથી ફક્ત સહકારી મંડળીના આદિજાતિ સભ્યોને વિવિધ હેતુ માટે ધિરાણ કરવાની જોગવાઈ હતી જેને કારણે જે આદિવાસી ઈસમો સહકારી મંડળીના સભ્ય ન હતા તેઓ ધિરાણના લાભથી વંચિત રહેતા હતા જે અન્વયે રજૂઆત કરતાં સરકારશ્રીએ જાહેરનામા -ખ-શ-પ-ટી-ડી-સી ૧૦૯૫-૧૭૦૨-૭૭-૭૭ તા. ૫-૯-૯૭ના રોજ વ્યક્તિગત ધિરાણની મંજૂરી આપેલ છે. જે અન્વયે મૂડીભંડોળ જે આદિવાસી ઈસમ વાર્ષિક એક લાખ (૧ લાખ)ની મર્યાદામાં આવક ધરાવે છે. તેઓની નીચે જણાવેલ હેતુ માટે યોજના અનુસાર રૂ . ૫ લાખ સુધીનું ધિરાણ નાના મોટા રોજગારધંધા ઉઘોગ માટે લાોન ધિરાણ પૂરૂં પાડવામાં આવે છે
હેતુ
- કડીયા કામ
- સુથારી કામ
- લુહારી કામ
- ઝેરોક્ષ મશીન
- દરજી કામ
- કરિયાણાની દુકાન
- પ્નોવીઝન સેટર્સ
- કોમ્પ્યુટર મશીન
- મંડપ ડેકોરેશન
- રસોઈના વાસણ
- સાયકલ રીપેરીંગ
- ફોટો સ્ટુડીઓ
- ઈલેક્ટ્રોનિક્સ સાધન
- ધડિયાળ રીપેરીંગ
- સેન્ટીંગ કામના સાધનો
- વેલ્ડીંગ મશીન
- બેન્ડવાજા
- પાનનો ગલ્લો
- માઈક સેટ
- અનાજ દળવાની ધંટી
- ફોટો ફ્રેમનો ધંધો
- કંગન સ્ટોર્સ
- એગ્રો સર્વિસ સ્ટેશન
- એમ્બ્રોડરી મશીન
- સીમેન્ટની હોલ સેલ દુકાન
- મીની રાઈસ/દાળ મીલ
- સીરામીક
- ફરાસખાના
- પ્રિન્ટીંગ પ્રેસ
- સ્પેર પાર્ટ્સની દુકાન
- કાપડની દુકાન
યોજના
સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ મેળવવા અંગે ની માહિતી
૧ | યોજનાનું નામ | કોર્પોરશેશનની મૂડી ભંડોળ યોજના હેઠળ સ્વરોજગારીની યોજના હેઠળ વ્યકિતગત ધોરણે વિવિધ હેતુઓ માટે લોન. |
૨ | યોજનાનો સમયગાળો | નાણાંકિય ઉપલબ્ધીને ધ્યાને લઈ કાયમ અલમ થાય છે. |
૩ | કાર્યક્રમનો ઉદેશ | ગુજરાતમાં વસતા અદિજાતિ ઇસમો આર્થિક રીતે પગભર થાય તે અન્વયે રોજગારી હેઠળ નાના મોટા ધંધા રોજગાર માટે વિવિધ હેતુઓ (યોજનાઓ) હેઠળ નકકી કરેલ વ્યાજના દરે લોન ધિરાણ. |
૪ | કાર્યક્રમના ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંકો | કોર્પોરેશનની નાણાંકિય ઉપલબ્ધી લાભાર્થીઓની ધિરાણ માંગણીની રકમને ધ્યાને લઇ લક્ષ્યાંકો નકિક કરવામાં આવે છે. |
૫ | લાભાર્થીની પાત્રતા અને માપદંડ | લાભાર્થી આદિજાતિના સભ્ય હોવા જોઇએ જેની અવક મર્યાદા વાર્ષિક 1 લાખથી ઓછી હોવી જોઇએ અને જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ છે તેનો અનુભવ હોવા જોઇએ અને તે અંગે મેળવવા પાત્ર જરૂરી લાયસન્સો મેળવેલા હોવા જોઇએ.લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને પપ વર્ષથી વધુ હોવી ન જોઇએ.લાભાર્થી બેન્ક કે અન્ય સંસ્થાનો બાકીદાર ન હોવા જોઇએ.રજુ કરેલ જામીનોની મિલ્કતાના પુરાવા અને જામીનોના સોગંદનામા રજુ કરવા. |
૬ | સહાયકી વિતરણની પ્રવૃતિ | મંજુર કરેલ ધિરાણની રકમનો ચેક વ્યકિતને આપવામાં આવે છે. |
૭ | અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો | કોર્પોરેશન ધ્વારા આપવામાં આવતી જાહેરાત અન્વયે સબંધિત વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં ફરજ બજાવતા કોર્પોરેશનના આસી.મેનેજરશ્રી પાસેથી નિયત કરેલ કિંમતનું અરજી પત્રક મેળવી અરજીપત્રકમાં જણાવેલ વિગતે દરખાસ્ત તૈયાર કરી સબંધિત પ્રાયોજના કચેરીમાં મોકલવાની રહે છે. સબંધિત પ્રાયોજના કચેરી ભલામણ સહ કોર્પોરેશનને મોકલી આપે છે. |
૮ | અરજીપત્રક સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો |
|
૯ | પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો. | કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર. ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬ |