GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Study Materials 02-Jan-2018

🔶⭕🔶⭕🔶⭕🔶⭕🔶⭕
🙏🙏મહાદેવભાઈ દેસાઈ👏👏
🙏👏♦✅🙏👏♦✅🙏👏♦

🔰👉મહાદેવભાઈ દેસાઈ (૧ જાન્યુઆરી, ૧૮૯૨ – ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.

🎯🔰તેમનો જન્મ સરસ (મુળગામ દિહેણ) (જિ. સુરત)માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો.

🔰૧૯૪૨માં કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું.

🔰‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) તથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.

☢આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.

‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ’ (૧૯૨૩) અને ‘વિરાજવહુ’ (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા’ (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. મૂળ ભાવ ક્યાંય ખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે. ‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (૧૯૨૧), ‘અનવર્ધી ઑવ વર્ધા’ (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીના પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે.

 

 

*🎯તેમનું ઉપનામ ‘ત્રિલોચન’ *
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩

🔰🔰જન્મતારીખ
જાન્યુઆરી 1, 1892
જન્મસ્થળ
👉સરસ ગામ (ઓલપાડ)

🔰🔰અવસાન
ઓગસ્ટ 15, 1942, પૂના

🔰કુટુમ્બ
માતા – જમનાબેન; પિતા – હરિભાઈ; બહેનો
પત્ની – દુર્ગાબેન; ( લગ્ન – 1905); પુત્ર – નારાયણ

🔰🔰અભ્યાસ

1906- મેટ્રીક (સુરત)
1910- બી. એ – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ
1913- એલ.એલ.બી. – – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ

🔰🔰વ્યવસાય

જીવનની શરૂઆતમાં ટ્રાન્સલેટર તરીકે નોકર .. બેંકમાં નોકરી
પછી ગાંધીજી સાથે હરિજન આશ્રમમાં જોડાયા, ગાંધીજીના અંગત સાથી તથા મંત્રી.

🔰🔰જીવન ઝરમર

દેશસેવા (ગાંધીજી સાથે)
“ક્વીટ ઈંડિયા” ચળવળ વખતે ધરપકડ
યરવડા જેલમાં મૃત્યુ
મુખ્ય રચનાઓ

📝📚📝ડાયરી – મહાદેવભાઈની ડાયરી ભાગ– 1 થી 17

📒ચરિત્ર લેખન – વીર વલ્લભભાઈ
ઉપરાંત ઈતિહાસ લેખન અને અનુવાદો

 

 

🎯ગાંધીજીના મિત્ર અને અંતેવાસી મહાદેવભાઈ દેસાઈનો જન્મ તા.૧/૧/૧૮૯૨ના રોજ સરસ ( જિ. સુરત)માં થયો હતો. તેમનું મૂળ વતન દિહેણ હતું. તેમનું ઉપનામ ‘ત્રિલોચન’ હતું. પિતાનું નામ હરિભાઈ જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. માતાનું નામ જમનાબેન હતું. ઈ.સ.૧૯૧૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. બી.એ. થયા. ઈ.સ.૧૯૩૦માં એલએલ. બી. થયા. ઈ.સ.૧૯૧૫માં મહાદેવભાઇની ગાંધીજી સાથે મુલાકાત થઇ અને આ મુલાકાત તેમની કાયમી થઇ ગઈ.
ગાંધીજીની રોજનીશી ‘ મહાદેવભાઈની ડાયરી’ ગ્રંથશ્રેણી મારફતે રાષ્ટ્રપિતાની જીવનચર્યાનો મૂલ્યવાન દસ્તાવેજ આપ્યો. ઈ.સ. ૧૯૨૩માં ‘ યંગ ઈન્ડીયા’ અને ‘ નવજીવન’પત્રોની સંપૂર્ણ જવાબદારી ગાંધીજીએ તેમણે આપી હતી.
🔰મહાદેવભાઇ દેસાઈ કોઈપણ રાષ્ટ્ર અને સમગ્ર માનવકુળજેમને માટે ગૌરવ લઇ શકે તેવા ગુણોના ભંડારસમા તેઓ એક ઉદ્દાત માનવી હતા. અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા.
મહાદેવભાઇ દેસાઈ તાગીર કૃત ‘ પ્રાચીન સાહિત્ય ‘ અને ‘ ચિત્રાંગદા’ નાટકનો તેમજ શરદબાબુ ની ‘ વિરાજવહુ’ વાર્તાનું ભાષાંતર કર્યું.

⭕⭕ઈ.સ. ૧૯૫૫માં’ મહાદેવભાઇ ડાયરી’ રોજનીશી માટે સાહિત્ય અકાદમી દિલ્લીનું પારિતોષિક એનાયત થયું.
🔰ઈ.સ. ૧૯૪૨માં ‘ હિંદ છોડો’ ચળવળ વખતે ગાંધીજી સાથે મહાદેવભાઇ ની ધરપકડ થઇ. તેમને આગાખાન મહેલમાં રાખવામાં આવેલા પરંતુ એ જ અઠવાડિયા પછી 🇮🇳🇮🇳૧૫મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન થયું. સાહિત્ય અકાદમીનો ઈ.સ. ૧૯૫૫નો પુરસ્કાર એનાયત થયો.

 

 

📷📸📹📷📸📹📷📸📹📷📸
👁‍🗨👁‍🗨એક મહાન વિભૂતિ👁‍🗨👁‍🗨👁‍🗨
📹📹📹પ્રાણલાલ પટેલ📸📸📸
📷📸📹📷📸📹📷📸📹📷📸
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩

📸📸પ્રાણલાલભાઇ પટેલ (જાન્યુઆરી ૧ ૧૯૧૦ – જાન્યુઆરી ૧૮, ૨૦૧૪), તસવીરકાર, ઈસ.૧૯૩૦થી ફોટોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
📸૧૯૩૭માં તેઓ આઝાદીની ચળવળમાં જોડાયેલા. આ સમય દરમિયાન તેમણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પર ખૂબ સારી ફોટોગ્રાફી કરી હતી.
📷📸🏆🏆ફોટોગ્રાફીમાં ખાસ પ્રદાન બદલ ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા તેમનું લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.

🎯🔰👉તેમનાં યોગદાન અને સુદીર્ઘ કારકિર્દીની રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ફોટોગ્રાફી અને શિક્ષણ સાથે સંકળાયેલી 🏆🏆🇮🇳🇮🇳અમદાવાદ સ્થિત સંસ્થા ‘માનવ પ્રતિષ્ઠાન’ દ્વારા પ્રાણલાલ પટેલનાં જીવન-કવન પર આધારિત “તેનું સર્વસ્વ” 📽🎥નામક એક ૩૦ મીનીટનું દસ્તાવેજી ચલચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ☮☮હેમિલ્ટન વિશ્વવિદ્યાલય, ન્યુયોર્ક, (યુ.એસ.એ.) દ્વારા ઈ.સ. ૨૦૧૪ની શરૂઆતથી પાંચ માસ માટે તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

☢સાંપ્રત સમયને અનુરૂપ પ્રારંભિક વર્નાક્યુલર ફાઇનલ સુધીનો અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો ત્યારબાદ કલાગુરુ શ્રી રવિશંકર રાવળ પાસે ચિત્રકળા અને શ્રી બળવંત ભટ્ટ પાસે ફોટોગ્રાફીની તાલીમ લીધી. થોડા સમય માટે અમદાવાદ મહાનગર પાલિકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ પણ બજાવી. પરંતુ મ્હાયલા કલાકારને જંપ ન હતો, તેથી પોતાના સ્વતંત્ર વ્યવસાયના ભાગ રૂપે “પટેલ સ્ટુડિયો”ના નામે ફોટોગ્રાફી શરૂ કરી.
⭕👁‍🗨તેમની અનેક તસ્વીરો ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ચિત્રલેખા, કલકત્તાના ઑરિયેન્ટલ વીકલી, મદ્રાસના હિંદુ જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં છપાતી હતી. પ્રાણલાલના ગમતા વિષયોમાં આઉટડોર અને પિક્ટોરીયલ ફોટોગ્રાફી હતી, જેમાં તેઓ નિપુણતા ધરાવતા હતા. તેમણે લીધેલી 📷📸📷અમદાવાદના જુના દરવાજા, સાબરમતી નદીના તટ, કાંકરિયા તળાવ, એલિસબ્રિજ, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોની તસ્વીરો 📹📸📸અમદાવાદની એમ.જે.લાયબ્રેરી, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ વગેરે સ્થળોએ કાયમી ધોરણે પ્રદર્શિત થઈ છે.* આમ પ્રાણલાલ માટે શોખ, વ્યવસાય, કારર્કિર્દી ફોટોગ્રાફી હતો. એમની પાસે જુની નૅગેટીવ અને વિદેશી કંપનીના બહોળો સંગ્રહ હતો.

👇👇👇અવસાન👇👇👇

૧૮ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ, અમદાવાદ ખાતે તેમનાં નિવાસ સ્થાને, વૃદ્ધાવસ્થાને કારણે ૧૦૪ વર્ષની આયુએ તેમનું અવસાન થયું હતું. એક સામયિક સાથે થયેલા સાક્ષાતકારમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓનું સાચું જન્મવર્ષ ૧૯૦૮ હોવાનું તેમને યાદ છે પણ ખાત્રી નથી, જો કે જન્મ પ્રમાણપત્રમાં વર્ષ ૧૯૧૦ લખાયું છે અને તે જ માન્ય ગણાયું છે અન્યથા એમની આયુ ૧૦૬ વર્ષ ગણી શકાય.

🕟🕟🕠🕤🕠🕥🕥🕡🕥🕦🕟
પોતાની શરતે જીવવા માટે આર્થિક સલામતીને લાત મારવાની તૈયારી રાખવી પડે
👇👇👇👇👇👇👇👇
અમદાવાદની એક મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકને એજ્યુકેશન ઈન્સ્પેક્ટરે મહેણું માર્યું ત્યારે
👇👇👇👇👇👇👇👇👇

સાડાસાત દાયકા પહેલા અમદાવાદના માદલપુર વિસ્તારની એક મ્યુનિસિપલ સ્કૂલમાં ઈન્સ્પેકશન માટે એક નિરીક્ષક ગયા. સ્કૂલના હેડ માસ્ટર સાથે તેઓ સ્કૂલના જુદા જુદા ક્લાસનું ઈન્સ્પેકશન કરી રહ્યા હતા ત્યારે એક ક્લાસમાં તેમણે જોયું કે શિક્ષકે તેમની ખુરશી પાછળ કેમેરા લટકાવી રાખ્યો હતો.

ઈન્સ્પેક્ટરે એ શિક્ષકને પૂછ્યું કે, કલાસમાં કેમેરા લઈને કેમ આવો છો?

શિક્ષકે જવાબ આપ્યો કે, મને ફોટોગ્રાફીનો શોખ છે એટલે હું કેમેરા સાથે જ રાખું છું.

ઈન્સ્પેક્ટરે કટાક્ષમાં…

 

 

💸💵💴💶💷💰💸💴💵💶💷
💰💷વિશ્વ વેપાર સંગઠન💰💷
💰💷💶💴💵💸💰💶💴💵💸

વિશ્વ વેપાર સંગઠન (WTO) એ આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર પર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે.

⏳આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ 💡મરાકેશ સમજૂતી હેઠળ, 1947માં શરૂ થયેલા જનરલ એગ્રિમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (GATT)નું સ્થાન મેળવીને થઇ હતી.

💎વિશ્વ વેપાર સંગઠન સભ્ય રાષ્ટ્રો વચ્ચે વેપારનું નિયમન કરે છે, તે વેપાર કરાર માટે મંત્રણા તેમજ મુસદ્દા માટે માળખું પુરું પાડે છે.

👉વિશ્વ વેપાર સંગઠન સમજૂતીનું પાલન કરતા સભ્ય રાષ્ટ્રોને વિવાદની પતાવટ પ્રક્રિયા પુરી પાડે છે.
👉વિશ્વ વેપાર સંગઠન સમજૂતી પર સભ્ય રાષ્ટ્રોની સરકારના પ્રિતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર થયેલા હોય છે અને જે તે સભ્ય રાષ્ટ્રની સંસદ દ્વારા તેમને મંજૂરી મળેલી હોય છે.
👉વિશ્વ વેપાર સંગઠન મોટે ભાગે આગળની વેપાર મંત્રણામાંથી ઉભા થયેલા મુદ્દા પર કામ કરે છે,
👉ખાસ કરીને ઉરુગ્વે મંત્રણાથી (1986-1994) ઉભા થયેલા મુદ્દા પર. સંગઠન અત્યારે દોહા ડેવલપમેન્ટ એજન્ડા (અથવા દોહા મંત્રણા)ને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.
👉વિશ્વની મોટા ભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા ગરીબ દેશોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે દોહા મંત્રણાની 2001માં શરૂઆત થઇ હતી.
👉 જો કે ખેડૂતોને આયાતમાં ધરખમ વૃદ્ધિ સામે રક્ષણ આપવા માટે વિશેષ રક્ષણાત્મક પગલા મુદ્દે જથ્થાબંધ કૃષિ કોમોડિટી નિકાસકારો અને સબસિડી પર નભતા હોય તેવા મોટી સંખ્યામાં ખેડૂતો ધરાવતા દેશો વચ્ચે અસંમતિ સર્જાતા તે મંત્રણા પડી ભાંગી હતી. હાલના તબક્કે પણ દોહા મંત્રણાનું ભાવિ અનિશ્ચિત છે.

🔰👉વિશ્વ વેપાર સંગઠન કુલ વિશ્વ વેપારના 95 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરતા 164 સભ્ય રાષ્ટ્રો અને 30 નિરીક્ષકો ધરાવે છે. વિશ્વ વેપાર સંગઠનનું મંત્રી પરિષદ, એક જનરલ કાઉન્સિલ અને એક ડિરેક્ટર જનરલ દ્વારા સંચાલન થાય છે.
🔰👉મંત્રી પરિષદ દર બે વર્ષે મળે છે, જનરલ કાઉન્સિલ મંત્રી પરિષદના નીતિ વિષયક નિર્ણયોનું પાલન કરે છે. તેના પર રોજબરોજના વહીવટીની જવાબદારી હોય છે.
💠🎯 ડિરેક્ટર જનરલની મંત્રી પરિષદ દ્વારા નિયુક્તિ થાય છે. વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય કાર્યાલય સેન્ટર વિલિયમ્સ રેપાર્ડ, જીનીવા, સ્વિત્ઝર્લેન્ડ ખાતે આવેલું છે.

👁‍🗨વિશ્વ વેપાર સંગઠનના સભ્યો 1994માં મર્રકેશમાં સાઇન થયેલા ફાઇનલ એક્ટ સાથે જોડાયેલી અને વિવાદની પતાવટ માટેના નિયમો અને કાર્યવાહીનું નિયમન કરતી સમજૂતી પર 1994માં સહમત થયા હતા.વિશ્વ વેપાર સંગઠન દ્વારા વિવાદની પતાવટને, બહુપક્ષીય વેપાર વ્યવસ્થાનો મુખ્ય પાયો અને “વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે અજોડ યોગદાન” તરીકે ગણાવવામાં આવે છે. વિશ્વ વેપાર સંગઠનના સભ્યો તે બાબત પર સહમત થયા હતા કે જો તેમને એવું લાગતું હોય કે સાથી સભ્ય વેપાર નિયમોનો ભંગ કરી રહ્યો છે તો તેની સામે એકપક્ષીય પગલાં ભરવાના સ્થાને તેઓ વિવાદની પતાવટની બહુપક્ષીય વ્યવસ્થાનો ઉપયોગ કરશે.

વિશ્વ વેપાર સંગઠનની વિવાદની પતાવટ પ્રક્રિયાની કામગીરીમાં ડીએસબી (DSB) પેનલ, એપલેટ બોડી, વિશ્વ વેપાર સંગઠન સચિવાલય, મધ્યસ્થી, સ્વતંત્ર નિષ્ણાતો અને કેટલીક વિશિષ્ટ સંસ્થાઓનો સમાવેશ થાય છે.

👁‍🗨💠🎯વિશ્વ વેપાર સંગઠનનની સ્થાપના જેને પગલે થઇ હતી તે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (જીએટીટી)(GATT)ની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારના ઉદ્દેશ સાથે રચાયેલા અન્ય નવા બહુપક્ષીય સંગઠનોને પગલે થઇ હતી, તેમાં વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ તરીકે ઓળખાતા બ્રેટન વુડ્સ સંસ્થાઓનો સમાવેશ થાય…

 

🕛🕚🕢🕚🕛🕜🕜🕝🕝🕝
📱📱📱ભારતીય માનક સમય
🕤🕤🕡🕡🕠🕙🕛🕜🕞🕞🕛
(Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા (UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* (“Echo-Star”) દ્વારા નિર્દિષ્ટ કરાય છે.[૧]

ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશનાં પાયા પર, ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ નજીકનાં મિર્જાપુર (25°09′N 82°35′E / 25.15°N 82.58°E)નાં ઘડીયાળ ટાવરનાં આધારે કરાય છે. જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.[૨]

સમયક્ષેત્ર માહીતિ કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ એ નામથી થાય છે.

🌀💠🌀💠🌀🌐🌀🌐🌀🌐
TCP/IP આધારિત પ્રથમ વાઇડ-એરિયા નેટવર્કનું સંચાલન ૧ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં આરપાનેટનું (ARPANET) જૂના એનસીપી (NCP) એ પ્રોટોકોલમાં સ્થાનાંતર થયું હતું. ૧૯૮૫માં અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન(National Science Foundation)(એનએસએફ) એ NSFNET યુનિવર્સિટીનાં નિર્માણનું આહ્વાન કર્યું જે તેના શોધક ડેવિડ એલ. મિલ્સ (David L. Mills) દ્વારા ફઝબોલ રૂટર (Fuzzball router) કહેવાઇ. ૫૬ કિલોબીટની આ લીંક આ કંપ્યુટરો દ્વારા દ્વિતીય નેટવર્ક કરોડરજ્જુ બની.એક વર્ષ બાદ, એનએસએફે વધુ સ્પિડ વાળી 1.5 મેગાબાઈટ/સેકન્ડ નેટવર્કને પ્રાયોજક કર્યું. ડેનિસ જેનિંગ્સ દ્વારા DARPA માટે TCP/IP પ્રોટોકોલ ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

નેટવર્કને આર્થિક લાભ માટે ખુલ્લી મુકવાની શરૂઆત ૧૯૮૮માં થઇ હતી.યુએસ ફેડરલ નેટવર્કિંગ કાઉન્સિલે NSFNETના ઇન્ટરકનેક્શનને મૂંજરી આપી હતી. જેનાથી ૧૯૮૯માં કોમર્શિયલ MCI મેઇલ સિસ્ટમની શરૂઆત થઇ હતી. અન્ય કોમર્શિયલ ઇલેકટ્રોનિક ઇ-મેલ સર્વિસનું જોડાણ પણ તુરંતમાં શરૂ થયું હતું, જેમાં ઓનટાઇમ, ટેલિમેલ અને કમ્પસર્વનો સમાવેશ થાય છે. આ જ વર્ષે યુયુનેટ (UUNET), PSINet અને સેર્ફનેચ એમ ત્રણ કોમર્શિયલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) શરૂ કરાયા હતા. અગત્યતા ધરાવતા નેટવર્ક ઇન્ટરનેટનું આ પછી યુસનેટ (Usenet) અને બિટનેટ(BITNET)માં જોડાણ થયું હતું. અન્ય કોમર્શિયલ અને શૈક્ષણિક નેટવર્ક્સ જેવા કે ટેલનેટ(Telenet), ટાઇમનેટ(Tymnet), કોમ્પ્યુસર્વ(Compuserve) અને જાનેટ(JANET)નું ઇન્ટરનેટનો વ્યાપ વધવાને કારણે અંદરોઅંદર જોડાણ થયું હતું. ટેલનેટ(Telenet) (હવે સ્પ્રિટનેટ) મોટું ખાનગી ભંડોળ ધરાવતું નેશનલ કોમ્પ્યુટર નેટવર્ક હતું જે અમેરિકના વિવિધ શહેરમાં ૧૯૭૦થી ફ્રી ડાયલ-અપ એક્સેસ આપતું હતું.૧૯૮૦માં આ નેટવર્ક TCP/IP પ્રોટોકોલની મદદથી એકબીજા સાથે સંકળાયેલું હતું જે ઘણું જ લોકપ્રિય થયું હતું. TCP/IPની આભાસી રીતે અસ્તિત્વ ધરાવતા કોમ્યુનિકેશન નેટવર્ક સાથે કામ કરવાની અને તાકાતને કારણે તેનો ઝડપી વિકાસ શક્ય બન્યો, જો કે ઈન્ટરનેટનો ઝ઼ડપી વિકાસ સિસ્કો સિસ્ટમ્સ(Cisco Systems), પ્રોટેઓન અને જુનીપર (Juniper Networks)કંપનીના રાઉટરની ઉપલબ્ધતાને કારણે શક્ય બન્યો. તેમજ લોકલ એરિયા નેટવર્કિંગ અને યુનિક્સ (UNIX) ઓપરેટિંગ સિસ્ટમ પર TCP/IP ના અમલીકરણ માટે ઇથરનેટની સુલભતાને કારણે આ બધુ શક્ય બન્યું.

 

❗❗ 2जनवरी का इतिहास ❗❗

❗ग्रेगोरी कैलंडर के अनुसार 2 जनवरी वर्ष का दूसरा दिन है। साल में अभी और 363 दिन शेष हैं। (लीप वर्ष में 364 दिन)❗

❗ 2 जनवरी की महत्त्वपूर्ण घटनाएँ❗

1757 – राबर्ट क्लाइव ने नवाब सिराजुद्दौला से कलकत्ता (अब कोलकाता) को वापस छीना।

1899 – रामकृष्ण के आदेश के बाद साधु कलकत्ता (अब कोलकाता) स्थित बेलूर मठ में रहने लगे।

1941 – द्वितीय विश्व युद्ध के दौरान जर्मनी के हमले से ब्रिटेन के कार्डिफ शहर स्थित लेनडॉफ कैथेड्रल को भारी नुकसान।

1942 – द्वितीय विश्व युद्ध के दौरान जापानी सेना ने फिलीपींस की राजधानी मनीला पर कब्जा किया।

1954-

पद्म विभूषण पुरस्कार की स्थापना 2 जनवरी 1954 में की गयी थी।

भारत रत्‍न पुरस्कार 2 जनवरी 1954 को प्रारम्भ किया गया था।

1973- जनरल एस. एफ. ए. जे. मानिक शॉ को फ़ील्ड मार्शल बनाया गया।

1975 – बिहार के समस्तीपुर में जिले में एक बम विस्फोट में रेल मंत्री ललित नारायण मिश्रा घायल।

1989 – रणसिंधे प्रेमदास श्रीलंका के राष्ट्रपति बने।

1991- तिरुअनंतपुरम हवाई अड्डा को अंतर्राष्ट्रीय स्तर का बनाया गया।

1993 – श्रीलंका गृह युद्ध – श्रीलंकाई नौसेना ने जाफना क्षेत्र में 35 से 100 नागरिकों की हत्या।

2001 – बांग्लादेश में ‘फ़लवा’ अवैध घोषित।

2002 – अर्जेन्टीना में 12 दिन में पांचवां राष्ट्रपति नियुक्त, देश दिवालिया घोषित, काठमाण्डू में दक्षेस विदेश मंत्रियों की बैठक प्रारम्भ, पाकिस्तान आतंकवादियों को सौंपने के लिए सशर्त तैयार।

2008-

बलिया लोकसभा सीट पर हुए उप-चुनाव में समाजवादी पार्टीके प्रत्याशी व पूर्व प्रधानमंत्रीचंद्रशेखर के बेटे नीरज शेखर विजयी रहे।

सैन फ़्रांसिस्को में रहने वाली समन हसनैन वर्ष 2002 की मिसेज पाकिस्तान वर्ल्ड चुनी गईं। चिली का दक्षिणी लाइमा ज्वालामुखी फटा।

2009- रिजर्ब बैंक ऑफ़ इंडिया ने बाज़ार में 20 करोड़ रुपये के राहत पैकेज देने का निर्णय लिया। भारत के सौरभ घोषाल स्कवैश रैकिंग में कैरियर की सर्वश्रेष्ठ रैकिंग हासिल करने वाले पहले खिलाड़ी बने।

2010-

सोमालियाई जलदस्युओं ने इटली के जेनओआ से सोमालियाहोते हुए भारत के कांडला बंदरगाह आ रहे सिंगापुरध्वजवाहक एम.वी. प्रमोनी नामक रसायनिक जलपोत का अपहरण कर लिया।

उत्तर प्रदेश में घने कोहरे के कारण पाँच ट्रेनों की दुर्घटना में 10 यात्रियों की मृत्यु हो गई और 40 घायल हो गए। इटावा के पास सराय भोपत स्टेशन पर दिल्ली की ओर आ रही लिच्छवी एक्सप्रेस ने मगध एक्सप्रेस को पीछे से टक्कर मार दी। कानपुर के पनकी से दो किलोमीटर की दूरी पर दिल्ली से जा रही प्रयागराज उसी ट्रैक पर खड़ी गोरखधाम एक्सप्रेस से टकरा गई। सरयू एक्सप्रेस एक ट्रॉली से टकरा गई।

2016 – सऊदी अरब के जाने माने शिया मौलवी निम्र अल निम्र और 46 अन्य साथियों को सरकार की ओर से फांसी दी गई।

❗ 2 जनवरी को जन्मे व्यक्ति❗

1878 – मन्नत्तु पद्मनाभन – केरल के प्रसिद्ध समाज सुधारक

1905- जैनेन्द्र कुमार- हिन्दी साहित्य के प्रसिद्ध मनोवैज्ञानिक कथाकार और उपन्यासकार।

1906 – डी. एन. खुरोदे – प्रसिद्ध भारतीय उद्यमी थे, जिनका भारत के दुग्ध उद्योग में योगदान।

1940 – एस. आर. श्रीनिवास वर्द्धन- भारतीय अमरीकी गणितज्ञ।

1970 – बुला चौधरी – प्रसिद्ध तैराक।

❗ 2 जनवरी को हुए निधन❗

1950 –

डॉ. राधाबाई – प्रसिद्ध महिला स्वतंत्रता सेनानी तथा समाज सुधारका।

मौलाना मज़हरुल हक़ – स्वतंत्रता सेनानी थे।

1987 – हरे कृष्ण मेहताब – ‘भारतीय राष्ट्रीय कांग्रेस’ के प्रमुख नेता तथा आधुनिक उड़ीसा के निर्माताओं में से एक।

1989 – सफ़दर हाशमी – प्रसिद्ध मार्क्सवादी नाटककार, कलाकार, निर्देशक एवं गीतकार।

2010 – राजेन्द्र शाह- गुजराती साहित्यकार

2011- बली राम भगत, प्रसिद्ध स्वतंत्रता सेनानी एवं पूर्व लोकसभा अध्यक्ष

2014 – अन्नाराम सुदामा, राजस्थानी भाषा के प्रसिद्ध साहित्यकार

Updated: 2nd January 2018 — 2:17 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme