GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

News

Gujarati News

Gargacharay Parviar, Patan District Upadates, 14/15 August-2016

.0201e338-ac34-4013-86e6-2decc499ee5c 11411e0f-1dc8-4e57-90e0-45c9ae262804 ab6e1799-7a86-484c-bc1a-c4423f293e08 31cdd9a3-ae7c-4466-ade6-47de5e489a08 (1) 50c06304-5c92-4719-a907-a41687aa18bd 65a74c96-4a5a-43dc-b0df-c20ce44fdf76ગર્ગાચાર્ય પરિવાર પાટણ, અને એમ.આર.ફર્નીચર,પાટણ દ્વારા ગત તા.14/15 ઓગસ્ટ 2016 ના રોજ સુભાષચોક પાટણ ખાતે શ્રીમદ રામદેવપીર કથા નુ આયોજન કરવામા આવ્યું હતુ.જેમા શ્રી સંદીપભાઈ ચવેલીયા દ્વારા અને હર્ષદભાઈ શાસ્ત્રી દ્વારા રામદેવપીર કથા કરવામા આવી હતી.આ ધાર્મીક કાર્યક્રમમા ગર્ગાચાર્ય પરિવાર પાટણના પ્રમુખ શ્રી રાકેશભાઈ.પી.શ્રીમાલી તથા પૂર્વ પ્રમુખ શ્રી હરેશભાઈ કરલિયા હાજર રહયા હતા.જેમા વિશેષ આમંત્રિત મહેમાનો મા ગર્ગાચાર્ય પરિવાર બનાસકાંઠા ના પ્રમુખશ્રી ગિરીશભાઈ જોષી,અનિલભાઈ પંડ્યા, પ્રવિણભાઈ પંડ્યા. હાજર રહયા હતા.
આ પ્રસંગે એમ.આર.ફર્નીચર,પાટણ ના મેહુલભાઈ મોદી,રાહુલભાઈ કરલિયા,વિષ્ણુભાઈ કરલિયા, તથા મુખ્ય મહેમાન તરીકે નિલેશભાઈ રાજગોર હાજર રહયા હતા.તથા આયોજક મિત્રો મા
રાકેશભાઈ શ્રીમાલી,
રાહુલભાઈ કરલિયા
વિષ્ણુ ભાઈ કરલિયા
મેહુલભાઈ મોદી
પ્રિયકાન્ત શ્રીમાલી
ધરમસિહભાઈ દેસાઈ
ઉપેન્દ્રભાઈ રાહી
વિજયભાઈ કરલિયા
પિયૂષભાઈ શ્રીમાલી
કલ્પેશભાઈ શ્રીમાલી
વગેરેએ હાજર રહી આ પ્રોગ્રામ દીપાવ્યો તે બદલ જે માણસો હાજર રહયા તે લોકો અને નામી-અનામી જે લોકો એ આ ધાર્મીક કાર્યક્રમમા હાજર રહયા તેમનો હું પ્રિયકાન્ત શ્રીમાલી આભાર માનુ છું.
🚩🚩🚩
જય ગર્ગાચાર્ય, જય તેજાનંદ 🚩🚩🚩
નોંધ :-
આ ધાર્મિક કાર્યક્મ મા પ્રસાદ નુ આયોજન ડૉ.ગજેન્દ્રપ્રસાદ શ્રીમાલી તરફ થી કરવામા આવ્યું હતુ

Gargacharya Parivar – Updates Patan district

श्री राकेश भाई श्रीमाली ने  गर्गाचार्य परिवार पाटण जिल्ला प्रमुख तरीके  निमनुक थवा बदल खूब खूब अभिनन्दन। श्री राकेश भाई उत्तरोतर प्रगति करो ।। 💐💐💐💐💐WhatsApp Image 2016-08-08 at 3.56.14 PMWhatsApp Image 2016-08-10 at 8.47.34 PM

News 22-July-2016

અમદાવાદ,
ગુજરાત હવે શાંતિપ્રિય રાજ્ય છે એવુ કોઈ કહી શકે એમ નથી. કેમ કે છેલ્લા એક વર્ષના ગાળામાં ગુજરાતે એકથી વધુ ચળવળો જોવી પડી છે. અને એ ચળવળો વળી લોકો પોતાના પ્રાથમિક અધિકારો કે પછી ન્યાય માટે કરી રહ્યા છે. દલિતો પરના અત્યાચાર પછી સોશિયલ મિડિયા પર યુવાપેઢીએ પોતાની રીતે શાંતિની અપીલો કરી છે સાથે સાથે ગુજરાત મોડેલ પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.

કેટલાક લોકોએ લખ્યું છે કે ગુજરાત વેપારીઓની અને અહિંસાની ભૂમિ ગણાય છે. તો પછી શા માટે અહીં પહેલા પાટીદાર, પછી ઠાકોર સેના પછી દલિત સમાજે પોતાના હક્કો માટે રસ્તા પર ઉતરવું પડે છે. વળી સરકાર પણ જાણે સાવ કાન બંધ કરીને બેઠી હોય એમ લોકો રસ્તા પર ન ઉતરે ત્યાં સુધી જવાબ આપતી જ નથી.

કેટલાક લોકોએ વળી કવિતાઓ લખીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત અશાંત છે, ત્યારે રાજનેતાઓ રાજકારણ રમી રહ્યાં છે. એ અંગે પણ કેટલાક લોકોએ વિરોધ વ્યક્ત કરતાં લખ્યુ હતું કે દરેક જ્ઞાાતિના લોકો અન્યાય સહન કરી રહ્યા છે, ત્યારે રાજકારણીઓ પોતાના સ્વાર્થનો ગુણાકાર કરવામાં વ્યસ્ત છે.

અમુક લોકોએ નરેન્દ્ર મોદી શાસન અને અત્યારના ગુજરાતની સરખામણી પણ કરી છે. અગાઉ ગુજરાતે ક્યારે આવી અશાંતિ નજીકના ભવિષ્યમાં તો નથી જોઈ. હવે શું ચૂંટણી સુધી આ રીતે એક પછી એક સમાજ-જ્ઞાાતિ રસ્તા પર આવતો રહેશે? એવા સવાલો દ્વારા સોશિયલ મિડિયા પર ગુજરાત મોડેલ પર જ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. પાટીદારા આંદોલન, ઠાકોર સેના, દલિત અત્યાચાર એમ એક પછી એક કાંડને કારણે ગુજરાતની શાંતિ જોખમાઈ રહી છે. એ વખતે ગુજરાતના સત્તાધિશો લોકો પોતાના હક્ક માટે રસ્તા પર આવે ત્યાં સુધી રાહ જોઈ રહ્યાં છે.

 

કેરલ માં કોંગ્રેસ ના રાજ માં દલીત યુવતી પર સરાજાહેર બલાત્કાર થાય છે અને હત્યા કરી નાખવામાં આવે છે…ત્યારે રાહુલગાંધી કે કેજરીવાલ મુલાકાત દુર ની વાત છે સહાનુભુતી ના બે શબ્દો પણ નહોતા બોલ્યા…ત્યારે ક્યાં ગયો તો તેમનો દલીતપ્રેમ…. કારણ કે ત્યાં કોંગ્રેસ ની સરકાર હતી….

આવતી કાલે કેજરીવાલ અને રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યાં છે પીડિત દલિતો ને ન્યાય આપાવવા….
એમને એક સવાલ કરવા માગીશ હમણાં ચાલી રહેલા કાશ્મીર ના તોફાનો માં શહિદ થયેલ જવાનો ને મળવા કે ત્યાં ની પરિશિતી ઠાળે પાડવા ત્યાં કેમ ના ગયા તેઓ???
ભાઈ ચેતી જ જો….આ ગુજરાત ની શાંતિ ડોળવા ના પેતરા રચાઈ રહ્યાં છે…… જય જય ગરવી ગુજરાત.

 

બોલિવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી રહી ચૂકેલ મમતા કપલકર્ણી પુરા 16 વર્ષ પછી કેમેરાની સામે આવી છે. મમતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડ અને અન્ડરવર્લ્ડને લઇને ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે.

તમને જણાવી દઇએ કે, મમતાએ આ ઇન્યરવ્યૂમાં જણાવ્યુ કે, ડ્રગ્સ સ્મગલર વિક્કી સાથે તેને લગ્ન નથી કર્યા અને તે ક્યારેય કોઇ ડ્રગ્સ માફિયાનાં સંપર્કમાં પણ નથી આવી. મમતાએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે તેનો કોઇ ડ્રગ્સ માફિયા સાથે સંબંધ નથી. તેણે તેવો પણ ખુલાસો કર્યો કે, તેણે ગત 12 વર્ષથી સેક્સ નથી કર્યુ અને તે ગત 12 વર્ષથી આધ્યાત્મિક જીવન જીવી રહી છે.

મમતાએ કહ્યું કે, ગત 12 વર્ષથી તે આધ્યાત્મ જીવન જીવી રહી છે, અને જે વ્યક્તિ આધ્યાત્મનો રસ્તો પકડે છે, તેને સેક્સ કરવાની કોઇ ઇચ્છઆ થતી નથી. મમતાએ પોતાના પણ લાગેલા ડ્રગ્સની હેર-ફેરનાં આરોપોને નકારતા કહ્યું કે, મિડિયામાં મારા વિશે જે ખબરો આવી રહી છે, તે આધાર વિનાની છે અને આ વિષયમાં પોલિસે મારી પાસે એકવાર પણ વાત કરી નથી. મમતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા બેંક એકાઉન્ટમાં માત્ર 25 લાખ રૂપિયા જ છે.

 

જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી , જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી , જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી , જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી , પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે . આ જ પ્રમાણે માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે ! હે માનવ…. “તું બધું કર પણ કોઈને નડ નહિં, જે વાત ન સમજાય એમા પડ નહિં.” પૈસા ના અભાવે જગત માત્ર ૧% જ દુઃખી છે, પણ સમજ ના અભાવે જગત ૯૯% દુઃખી છે.

***🇮🇳****
🔹दिल्ली: आज गोरखपुर में IIMS का उद्घाटन करेंगे पीएम मोदी।
🔹दिल्ली: आज उना पीड़ित दलित परिवार से मिलेंगे अरविन्द केजरीवाल। उना में धारा 144 लागू की गई।
🔹दिल्ली: आज जम्मू-कश्मीर की स्थिति पर आरएसएस की अहम् बैठक। मंत्री अवम विधायक होंगे शामिल:सूत्र।
🔹दिल्ली: संसद के अंदरूनी रास्तों का विडियो बनाकर फेसबुक पर डालने वाले भगवंत मान को स्पीकर ने संज्ञान किया।
🔹दिल्ली: मयूर विहार में बुजुर्ग की हत्या में संग्दिध लड़की की पुलिस को तलाश।
🔹दिल्ली: गांधीनगर में लड़की ने फेंका लड़की पर तेज़ाब।
🔹दिल्ली: अजय भूषण पांडे UIDIA के सीईओ नियुक्त किये गए।
🔹दिल्ली: पुलिस ने हाई प्रोफाइल सेक्स रेकेट का किया पर्दाफाश। खुद को सांसद बतानेवाले 63 के सख्श को गिरफ्तार किया।
🔹मुंबई: जाकिर नाइक की संस्था का PRO अर्शिद कुरैशी को गिरफ्तार किया गया।
🔹मुंबई: दादर में सास की हत्या करने के बाद बहु ने की खुदखुशी।
🔹मुंबई: नशाखुरानी गिरोह का हुआ भंडाफोड़।
🔹नागपुर: 12 साल की बच्ची से रेप का मामला आया सामना।
🔹गाजियाबाद: विजयनगर में निगम पार्षद छोटेलाल की हत्या।
🔹बलिया: मायावती पर अपशब्द बोलने वाले दयाशंकर को पकड़ने पुलिस की छापे मारी जारी।
🔹यूपी से प्रचार शुरू कर सकती हे प्रियंका गांधी:सूत्र।
🔹यूपी: मऊ से 25 लाख की अवैध शराब पुलिस ने पकड़ी।
🔹पटना: आज बीजेपी के खिलाफ प्रदर्शन करेगी BSP।
🔹नालंदा: पाक झंडा लहराने के आरोप में केस दर्ज। राजद्रोह के तहत 2 लोगो को किया गया गिरफ्तार।
🔹जोधपुर: होटल में प्रेमी ने की प्रेमिका की हत्या। बाद में खुद की खुदखुशी।
🔹पंजाब: मुक्तसर में शराब पीने से सरपंच की मौत। परिवार का हत्या कीये जाने का आरोप।
🔹पंजाब: दलित पर अत्याचार मामले कल आम आदमी पार्टी करेगी प्रदर्शन।
🔹वाराणसी: अगस्त के पहले हप्ते में कर सकती है सोनिया गाँधी रोड शो:सूत्र।
🔹गोवा: गोवा में जेल टूरिजम होगा शुरू। अगोड़ा जेल को टूरिज्म डेस्टिनेशन के तौर पर विक्साया जाएगा।

🔹गांधीनगर: देहगाम लवाड़  में रक्षा शक्ति यूनी. का भूमि पूजन करेंगी सीएम आनंदी बहन।
🔹गांधीनगर: आज से बीजेपी के तीन दिन के प्रशिक्षण वर्ग शिबिर का होगा प्रारंभ।
🔹गुजरात: राज्य में कल भी दलित लोगों का आक्रोश रहा जारी। कई शहर में चक्काजाम के साथ तोड़फोड़ तो कही जगह आगजनी की घटनाए।
🔹अहमदाबाद: बंध में तोड़फोड़ करनेवालों को तस्वीर-विडियो से पकड़ा जायेगा। डीजीपी ने सभी कमिश्नर को दिए आदेश।
🔹अहमदाबाद: आज साबरमती में दलित कार्यकर्ताओ द्वारा प्रतिक उपवास।
🔹अहमदाबाद: पश्चिम जोन के सिविक सेंटर में 11.50 लाख की ठगाई। 3 कर्मचारी ससपेंड।
🔹अहमदाबाद: दलित युवक को न्याय नहीं मिला। सरकार दलित विरोधी: आशुतोष, आम आदमी पार्टी।
🔹बड़ोदा: फ़तेहपूरा में दो गुट के बिच टकराव। हालत काबू में।
🔹सूरत: लिम्बयतपूरा में परप्रांतीय युवक को पीटकर 1.10 लाख लूंट लेने की घटना आई सामने।
🔹सूरत: वराछा में टीपी में शोर्ट सर्किट से लगी आग। 4 फायर फाइटर घटना स्थल पर। आग पूरी तरह काबू में।
🔹राजकोट: गोंडल में देर रात दो गुट के बिच टकराव। 1 व्यक्ति की मौत। 10 राउंड फायरिंग की गई। फायरिंग मामले गोंडल बंध का एलान।
🔹भावनगर: 29 को सीएम आनंदी बहन महुवा के दौरे पर जायेंगी:सूत्र।
🔹जूनागढ़: दलित पर अत्याचार मामले में आज केशोद बंध का एलान।
🔹वलसाड: डूंगरी पु.थाने का हेड कांस्टेबल को 15 हजार की रिश्वत लेते ACB ने किया गिरफ्तार।
🔹वेरावल: आज राजकोट-समधीयाला आनेवाले केन्द्रीय मंत्री आठवाले का प्रवास रद।
🔹पाटन: उत्तर गुज. पास के कन्वीनर बदले गए। सुरेश ठाकरे की नियुक्ति की गई।
🔹बनासकांठा: बनास डेरी ने दाण में 110 रु की बढौती की गई।
🔹राधनपुर: दलित पर हुए अत्याचार मामले कल होगा मौन रैली का आयोजन…..

News 11-07-2016 New

હાર્દિક પટેલને વિસનગર કેસમાં પણ જામીન મળતાં કાલે થશે જેલમાંથી છૂટકારો, વિરમગામમાં જશ્ન

અમદાવાદ: રાજદ્રોહ પછી હવે વિસનગરના કેસમાં પણ હાર્દિક પટેલને હાઈકોર્ટે જામીન આપતા પાટીદારોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.  આજે સુનાવણી દરમિયાન સરકારે હાર્દિકના જામીનનો વિરોધ ન કરતાં હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. વિસનગર કેસમાં પણ જામીન મળી જતાં હવે હાર્દિક પટેલનો જેલમાંથી ટૂંક સમયમાં જ છૂટકારો થશે. હાર્દિક જેલ મુક્ત થયા પછી તેને બે દિવસમાં ગુજરાત છોડવું પડશે. હવે તે છ મહિના સુધી ગુજરાતમાં નહીં રહી શકે.

હાર્દિક પટેલને જામીન મળતાં તેના ગામ વિરમગામમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. વિરમગામમાં હાર્દિકના પરિવારજનોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, હાર્દિક પટેલના પરિવારજનોએ એકબીજાને ભેટીને અભિનંદન પાઠવ્યા હતા.

આજે હાઈકોર્ટમાં સુનાવણી પહેલા મોટી સંખ્યામાં પાટીદારો હાઈકોર્ટ પહોંચી ગયા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરો ચિરાગ પટેલ, રેશમા પટેલ, નિલેશ એરવાડિયા અને અન્ય કાર્યકરો હાઈકોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિસનગર કોર્ટે જામીન અરજી ફગાવી દિધા પછી હાર્દિક પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી થશે. નોંધનીય છે કે, હાર્દિક પટેલને અમદાવાદ અને સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા છે, ત્યારે હવે વિસનગર કેસમાં પણ જામીન મળી જાય, તેવી શક્યતા છે. હાર્દિકને આ કેસમાં જામીન મળી જતાં તેનો એકાદ-બે દિવસમાં જેલમાંથી છૂટકારો થઈ જશે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસ અને જાહેર મિલકતની તોડફોડના કેસમાં હાર્દિક પટેલને આરોપી બનાવ્યો છે. વિસનગરની સ્થાનિક કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા બાદ હાર્દિકે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે.

હાર્દિકને રાજદ્રોહના કેસમાં શરતી જામીનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં હાર્દિકને છ મહિના ગુજરાતની બહાર રહેવાની શરતે જામીન અપાયા  છે.

મોડેથી પણ અમદાવાદ પર મેઘરાજા મહેરબાન, લોકોમાં ઉત્સાહ

અમદાવાદઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઈવે, સેટેલાઇટ, પ્રહલાદનગર, સોલા, આંબાવાડી, વસ્ત્રાપુર, થલતેજ અને સરખેજમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય પણ અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદમાં લોકો ગરમીતી ત્રસ્ત બન્યા હતા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે અમદાવાદીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદામાં મોડેથી પણ મેઘરાજા મહેરબાન થયા હતા. જેના લીધે નાના મોટા તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટ: જેલરે કેદીને માર મારી ઝેરી દવા પીવડાવવાનો આક્ષેપ, કેદીનું મોત

રાજકોટ: રાજકોટ જીલ્લાના ગોડલમા આજે એક કેદીનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જેતપુરના હત્યા કેસમા ગોડલમા સજા ભાગોવી રહેલા અને મુળ જુનાગઢના સાગર રાઠોડ નામના કેદીનુ ઝેરી દવાની અસરના કારણે મોત નીપજયુ હતુ.

પરીવારજનોનો આક્ષેપ છે કે કેદીના ગોડલ જેલમા કોઇએ દવા પીવડાવી દેતા તેનુ મોત નીપજયુ છે. સાગરના માતા સહીતના પરીવારજનો જેલના સતાવાળાઓ પર આક્ષેપો કર્યા હતો કે જેલની અંદર દવા આવી ક્યાથી આવી. પોતાના દીકરાને મારવા માટે જેલ સતાવાળાઓનુ કાવતરું છે તેમ સાગર રાઠોડના માતાએ આક્ષેપ કર્યા હતા.

જો કે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ઉલ્લેખનીય છે કે ગોડલ જેલમા જેલ અરુણ વ્યાસની જયારથી બદલી થઇ છે ત્યારથી આ જેલ ચર્ચામા રહી છે. આ પહેલા પણ જેલર અરુણ વ્યાસે અમુક કેદીઓને માર મારવાની ફરીયાદો કરી હતી. થોડા દિવસ પહેલા એક સાથે 80થી વઘારે કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યા હતો. છેલ્લા એક મહીનાથી ગોડલની જેલમા કાંઇને કાઇ બનાવો બનતા રહે છે. ત્યારે આ કેસમા પોલીસ અધીકારીઓ તટસ્થ તપાસ કરે તો ઘણી હકીકતો બહાર આવી શકે તેમ છે.

સુરતઃ માતા વેલ્સીએ કરેલા કાંડની સજા ભોગવે દોઢ વર્ષની દીકરી

સમગ્ર સુરતમાં ચકચાર મચાવનારા દિશીત હત્યાકાંડના પડઘા હજી શાંત થયા નથી. એક માતાની કર્મોની સજા તેની દીકરી ભોગવી રહી છે. પતિની હત્યા કરાવનાર વેલ્સી અત્યારે જેલવાસમાં ભોગવી રહી છે. પરંતુ વેલ્સીની માત્ર દોઢ વર્ષની બેલ્સીની દીકરી ફિયોનાની હાલત ખુબ જ દયનિય છે. દોઢ વર્ષની દીકરી માની મમતાને ઝંખી રહી છે. માતા હોવા છથા અનાથ જેવી હાલત ફિયોનાની થઈ ગઈ છે. અત્યારે ફિયોના મોસાળમાં રહે છે. માતાના વિરહમાં ઝુરતી ફિયોના માતાની શોધથી કંટાળે ત્યારે રડવા લાગે છે. તેની નાના-નાની ફરવા માટે ઘરની બહાર ગાર્ડનમાં લઈ જઇને રડતી ફિયોનાને શાંત પાડે છે.

પિતરાઈ પ્રેમી સાથે જોશમાં આવીને વેલ્સીએ કરેલા કાંડને તેના માતા-પિતા સાથે આખો કાપડિયા પરિવાર અને દોઢ વર્ષની ફિયોના ભોગવી રહી છે. ફિયોનાની સારસંભાળ લેનારા વેલ્સીના પિતા નવીનભાઈ કાપડીયાએ જણાવ્યું હતું કે, દીકરીની નાદાનિયતના કારણે અમે કોઈની સામે આંખો મિલાવી શકતા નથી. ઘર છોડીને પિતાના ઘરે આશરો લઈ રહ્યા છીએ. અમે જમાઈ નહીં પરંતુ દીકરો ખોયો છે. જેનું ન કલ્પી શકાય તેવું દુઃખ છે. ફિયોના અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે પણ વેવાઈ બોલાવશે ત્યારે અમે જઈશું. અને તેમનો જે નિર્ણય હશે તે અમને માન્ય રહેશે.

ફિયોનાના નાના નાની અને તેના દાદા તેની સુશ્રુષામાં કોઈ કચાશ રાખતા નથી. તેમ છતાં ‘મા એ મા બીજા વગડાના વા’ આ કહેવતને યથાર્થ કરતી ફિયોના સુતા પહેલાં અને જાગે કે તરત જ માંના ખોળાને ઝંખતી હોય છે. પરંતુ માંનો ખોળો ન મળતાં કુમળી ફિયોના પણ ચીમળાઈ ગયેલા ફૂલ જેવી થઈ ગઈ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધરપકડથી લઈને રિમાન્ડ દરમિયાન વેલ્સીએ કોઈ બીજાને મળવા કરતાં તેની દીકરી ફિયોનાને મળવાની માંગ કરી હતી. જો કે, કાયદાના બંધનના કારણ તથા તેણીએ કરેલા સંગીન જર્મને જોતા પોલીસે તેની માંગ પૂર્ણ કરી નહોતી. આ સિવાય ઘટનાનું રિ કન્સ્ટ્રકશન કરાવતી વેળા પણ વેલ્સી ફિયોનાના ફોટો અને કપડા જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

News 10-july-2016″

બેંક સંબંધી કામ આજે જ નિપટાવી લેજો, જાહેર ક્ષેત્રની બેંકો મંગળવારેથી રહેશે બંધ

નવી દિલ્હી: બેંક સંબંધી પોતાના જરૂરી કામ આજે નિપટાવી લેજો. સાર્વજનિક ક્ષેત્રના બેંકોના કર્મચારીઓએ એસબીઆઈ (SBI)ની સહયોગી બેંકોના વિલય અને આઈડીબીઆઈ બેંક (IDBI)ના પ્રાઈવેટીકરણના વિરોધમાં 12 જુલાઈથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ ઉપર જવાની જાહેરાત કરી છે.

ઑલ ઈંડિયા બેંક એપ્લાઈજ એસોસિએશના મહાસચિવ સી એચ વેંકટચલમે કહ્યું હતું કે, ‘મુખ્ય શ્રમ આયુક્તની સાથે સમજૂતી બેઠક અસફળ રહી છે અને અમે અમારી હડતાલની જાહેરાત ઉપર મક્કમ છીએ” ઑલ ઈંડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન અને સ્ટેટ સેક્ટર બેંક એપ્લાઈઝ એસોસિએશને પણ હડતાલની અપીલનું સમર્થન કર્યું છે.

જાહેરાત પ્રમાણે, એસબીઆઈના પાંચ સહયોગી બેંકોમાં 12 જુલાઈથી હડતાલ રહશે જ્યારે સાર્વજનિક ક્ષેત્રની અન્ય બેંકોમાં 13 જુલાઈથી હડતાલ હશે.

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme