આપ સવઁ ગુરુભાઇઓ ને જણાવતા આનંદ થાય છે કે એજ્યુકેશનલ તથા રોજગાર સંબધી વેબસાઈટ (gurubrahmansamaj.com) સમાજને સમર્પિત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારો મુખ્ય ઉદેશ્ય શિક્ષણ, સેવા અને રોજગાર છે.
આવો આપણે સવઁ પાટણવાડા ગુરુબ્રાહ્મણ યુવા જાગૃતિ વિશે માહિતગાર થઇએ………
આજથી 3 વષઁ પહેલાં પાટણવાડાના યુવાનો એક મંચ સાથે જોડાય તેવું સ્વપ્ન સેવી સમાજના ઉત્સાહી યુવાનોનો સંપર્ક કયોઁ અને આ સાથે PGYJ ને શ્રીમાળી રાકેશ ભાઇ (ગામ ચાણસ્મા), હરેશ ભાઇ કરલીયા (ગામ પાટણ), નિકુંજ શ્રીમાળી (ગામ કરણસાગર) મળ્યા, અમો પાટણ મુકામે વિવિધ ગુરુભાઈઓ સાથે તા. ૧૫/૦૮/૨૦૧૪ તથા તા. ૨૧/૧૨/૨૦૧૪ ના રોજ મળ્યા. જેમાં બીજા વિવિધ સક્રિય સંગઠનો વિષે પણ ચર્ચાઓ કરી. આ રીતે વધારે યુવાનો સમાજના રચનાત્મક કાર્યો માટે પાટણવાડા ગુરુબ્રાહ્મણ યુવા જાગૃતિ સાથે જોડાયા. અમો વારંવાર આ વિષય ને લઇ તા. ૦૩/૦૫/૨૦૧૫ તથા તા. ૨૪/૦૫/૨૦૧૫ ના રોજ મળ્યા અને સમાજ ના ઘણા યુવાનો અમારી સાથે જોડાયા તથા અમોને ઉત્સાહિત કરતાં રહયા. અમિતભાઇ શ્રીમાળી (ગામ ધીણોજ), આશુતોષ શ્રીમાળી (ગામ કાકોશી), પિયુષ ભાઇ શ્રીમાળી (ગામ ટુંડાવ) જેવા ઉત્કૃષ્ટ યુવાનો મળ્યા અને નવી ઉજાઁ નો સંચાર થયો. અમોએ આ બાદ મહેસાણા-પાટણ-ચાણસ્મા મુકામે યુવાનો સાથે મિટીંગો કરી અને સમાજ ના યુવાવર્ગને લાભ થાય તેવો એક પ્રોગ્રામ કરવો તેવી વિચારણા કરવામાં આવી. આ સમયગાળામાં PGYJ સંગઠનમા નવા યુવાનો જોડાયા અને એક મજબુત ટીમ આ સાથે તૈયાર થઇ. આ સિવાય અનેક યુવાનોએ તેમનું બહુમુલ્ય યોગદાન આપેલ છે. બધા યુવાનોનું નામ અત્રે આપવું શક્ય નથી.
આપણે પાટણવાડા ગુરુબ્રાહ્મણ યુવા જાગૃતિ ના નામ નીચે તેમજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના સહયોગથી એક શિક્ષણ સેમિનારનુ તા. ૨૪/૦૧/૨૦૧૬ ના રોજ ભાન્ડુ મુકામે સફળ આયોજન કયુઁ અને સમાજ ના યુવાવર્ગને યોગ્ય માગઁદશઁન મળી રહે તે માટે સંગઠન તરફથી ફ્રી કોચીંગ ક્લાસ શરુ કરેલ છે. તથા દર વર્ષે ગુરુબ્રાહ્મણસમાજ.કોમ ના સહયોગથી ખુલ્લું આકાશ અને નવી ક્ષિતિજ જેવા વિધ્યાર્થી માર્ગદર્શન અને રોજગાર/વેપાર માર્ગદર્શન અને પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છીએ.
આપનો વિશ્વાસુ,
નરેશ શ્રીમાળી, ગામ- ભાન્ડુ
જય ભીમ
TEAM:
👉🏻 પ્રમુખ
શ્રી હરેશભાઇ કરલીયા, પાટણ
👉 ઉપપ્રમુખ
શ્રી રાકેશભાઈ શ્રીમાળી, ચાણસ્મા
શ્રી પ્રકાશભાઈ એન,કાકોશી
👉 સલાહકાર
શ્રી નરેશભાઈ શ્રીમાળી,ભાન્ડુ
👉 મહામંત્રી
શ્રી કમલેશભાઈ શ્રીમાળી,,ભાન્ડુ
👉 સહમંત્રી
પ્રકાશભાઈ શ્રીમાળી, ઉંઝા
👉 ખજાનચી
શ્રી પ્રવિણભાઇ સાધુ, પાટણ
👉 સંગઠન મંત્રી
શ્રી અનિલભાઈ શ્રીમાળી, કરણસાગર
શ્રી ભાગઁવભાઈ શ્રીમાળી,,કાકોશી
👉 મિડિયા કન્વીનર
શ્રી પ્રિયંકાંત શ્રીમાળી,પીંપળ
👉 ઓડીટર
કમલેશભાઈ શ્રીમાળી,પાટણ
કાનુની સલાહકાર
👉 કનૈયાલાલ જે શ્રીમાળી ધાયણોજ
Follow Us!